નવાફળિયા આર્ટસ કોલેજના અધ્યાપક ભરત ખેનીને મુંબઈ ખાતે ‘ગિરાગુર્જરી પારિતોષિક-૨૦૨૩’ એવોર્ડ એનાયત કરાયો
નવાફળિયા આર્ટસ કોલેજના અધ્યાપક ભરત ખેનીને મુંબઈ ખાતે ‘ગિરાગુર્જરી પારિતોષિક-૨૦૨૩’ એવોર્ડ એનાયત કરાયો
સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કરતા નવોદિતોને પ્રોત્સાહન આપવા મુંબઇની ક્લાગુર્જરી સંસ્થા દ્વારા દ્વિવાર્ષિક સ્પર્ધા-૨૦૨૩નું આયોજન કરાયું હતું, જેમાં ભાવનગરના લેખક ભરત ખેનીને ‘ગિરાગુર્જરી પારિતોષિક-૨૦૨૩’ એનાયત થયેલ છે. આ સ્પર્ધામાં નવલિકા, નિબંધ, જીવનચરિત્ર, નવલકથા, સ્વલિખિત કવિતાનું સર્જન કરનારા લેખકોના છેલ્લાં બે વર્ષમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોના સર્જકો ભાગ લઇ શકે છે.
જેમાં ક્લાગુર્જરી દાતાના સહયોગથી રોકડ પારિતોષિક અને સર્ટિફિકેટ એનાયત કરે છે. દ્વિરેફભાઇ રાજ દ્વારા પુરસ્કૃત વીરેનભાઇ ક્યાણજી રાજ પોપટ સ્મૃતિમાં આ ગિરાગુર્જરી પારિતોષિક અપાય છે. ભરત ખેનીના પુસ્તક રાજા રવિ વર્મા ( જીવનચરિત્ર)ને આ પૂર્વે નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત ‘નર્મદ સુવર્ણચંદ્રક’, કેન્દ્રીય સાહિત્ય અકાદેમી, દિલ્હી તરફથી ‘યુવા પુરસ્કાર-૨૦૨૨’ તથા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા ઉત્તમ સાહિત્યકાર સ્વ.શ્રી નાનાભાઈ.હ.જેબલિયાની સ્મૃતિમાં અપાતો ‘સ્વ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર ’ પણ મળેલ છે.



