દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે પ્રસરાવી માનવતાની મહેક
દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે પ્રસરાવી માનવતાની મહેક
દાહોદ જિલ્લામાં આવેલ જી.એલ. શેઠ હાઈસ્કૂલ સિંગવડના વિદ્યાર્થી ભુરીયા શિવરાજભાઈ કાલીદાસ નુતન હાઇસ્કુલ ,લીમખેડા ખાતે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી રહ્યા હતા. જેઓને તારીખ 22/3 /2023 ના રોજ ટ્યુશન થી ઘરે જતા અકસ્માત થયો હતો અને બંને હાથ તથા ખભા ના ભાગે ઇજાઓ થઈ હતી અને તેઓને આજ રોજ ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયની પરીક્ષા આપવાની હતી અને આ વિદ્યાર્થીની જાણ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખને આજરોજ 11 .30 કલાકે થતા તેઓશ્રીએ તાત્કાલિક આ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે અને તેનું વર્ષ ના બગડે તે માટે માનવતાના ધોરણે ધોરણ – 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થિની રાઈટર તરીકેની મંજૂરી આપી વ્યવસ્થા કરી આપી હતી અને આમ ભુરીયા શિવરાજે આજ રોજ પરીક્ષા આપી હતી. આ તબક્કે વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ તથા સ્થળ સંચાલક એસપી પરમાર નો આભાર વ્યક્ત કરી આંનદ વ્યક્ત કર્યો હતો.