નવા ફળીયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિતે કેમ્પનું આયોજન કરાયું.

વનરાજ ભૂરીયા

ગરબાડા તાલુકાના નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં બાળકો માટે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિતે કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ડેન્ટિસ્ટ ડોક્ટર એમ.બી.સીંગ ફિઝિયોથેરાપી ડોક્ટર તાર્કિક વસૈયા અને આંખો ના ડોકટર કૌશિક ડામોર હાજર રહ્યા હતા. જેઓએ બાળકોને રોગો કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટેના ઉપાયો કેવી રીતે કરવા તેમજ તેઓની તપાસ કરી માર્ગદર્શન આપી અને દવાઓ પણ આપવામાં આવી હતી. તમામ માહિતી પ્રોજેક્ટર ઉપર બાળકોને આપી હતી.નવા ફળિયા ના આચાર્ય તમામ સ્ટાફનો ખૂબ જ સારો એવો સાથ સહકાર રહ્યો હતો. સિદ્દીક ભાઈ શેખ દ્વારા પોગ્રામ નું સંચાલન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!