નડિયાદ પાલિકાનુ બજેટ વર્ષ ૨૦૨૩-૨૩ વર્ષનું ૩૧.૪૪ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું

નરેશ ગનવાણી બ્યરોચીફ – નડિયાદ

નડિયાદ પાલિકાનુ બજેટ વર્ષ ૨૦૨૩-૨૩ વર્ષનું ૩૧.૪૪ કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું

નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં પાલિકાની શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં ગણતરી સેકન્ડમાં વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક ૩૯૯૦૨.૭૭ લાખ સામે ૩૯૯૦૨.૭૭ લાખ જાવક દર્શાવવામાં આવી છે. વર્ષના અંતે ૩. ૩૧૪૪. ૨૭ કરોડની પુરાંત અંદાજવામાં આવી છે. બજેટ બેઠકમાં પ્રમુખ દ્વારા બજેટની આવક-જાવક ની જોગવાઇઓ અંગે કોઇપણ ચર્ચા કરવામાં આવી નહતી. જેથી બજેટ બેઠકમાં ઉપસ્થિત રહેલા કાઉન્સીલરો એકબીજાને હાય હેલો કરીને જમી ને છૂટા પડયા હતા. વિપક્ષના ૭ પૈકી બે સભ્યો હાજર રહ્યા હતા. નડિયાદ નગરપાલિકાના સભાખંડમાં બપોરે ૧૨ કલાકે પાલિકાની બજેટ બેઠક પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. પ્રમુખ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રમુખે અંદાજપત્રમાં આવક–જાવકની જોગવાઇ વિશે કોઇ માહિતી આપ્યા વિના માત્ર ગણતરી ૯ થી ૧૦ સેકન્ડમાં બેઠક
સમેટી લેવામાં આવી હતી. આ ઉપરાંત નગરજનોની સુખાકારી અને વિકાસના કામોનું બજેટ સેકન્ડોમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. સભાખંડમાંથી પ્રમુખ નિકળ્યા બાદ તુરંત સત્તાપક્ષના તમામ કાઉન્સીલરો પણ બહાર નીકળી ગયા હતા. બજેટ અંગે કોઇ ચર્ચા કરવાના બદલે એકબીજાને હાય હેલો કરીને જમીને છૂટા પડયા હતા. સભામાં ૫૨ પૈકી
૪૬ કાઉન્સીલરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: