ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ  દ્વારા મૌન ધરણા- વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

દેશમાં મોંઘવારી, બેરોજગારી અને સરકારી
નોકરીઓમાં થતી વારંવાર પેપર લીંક
કાંડ તથા બીજા અનેક કૌભાંડોથી સમગ્ર પ્રજા પરેશાન છે ત્યારે બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વાત કરવાની મૂળભૂત સ્વતંત્ર પર કાપ મુકવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે વિરોધ કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની નિર્ણયો લેવામાં આવે છે આવા અનેક મુદ્દે આજરોજ શુક્રવારે વડામથક નડિયાદ ખાતે કોંગ્રેસે મૌન ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો. શહેરના સંતરામ રોડ પર આવેલ આંબેડકરની પ્રતિમા પાસે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ખેડા જિલ્લાના કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માલસિહ રાઠોડ, કાર્યકારી પ્રમુખ ચંદ્રશેખરસિંહ ડાભી, નડિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહ, સંજય પટેલ, જીતેન્દ્ર પટેલ આઝાદ, એસ.કે બારોટ, મહામંત્રી દિનેશ રાઠોડ, ગોકુલ શાહ, ઊરવ મૈત્રાલ, વૈભવસિંહ છાસટીયા, નવીન આર્ટવાણી,  જીતુ રાજ,  ધ્રુવલ પટેલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોંઘવારી વિરોધ હલ્લાબોલ કર્યો કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે. મોંઘી વીજળી, બેરોજગારી, મોઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી લોકો પરેશાન છે. જયારે બીજી બાજુ, સરકારના પ્રજા વિરોધી નિર્ણયો નીતિ સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે અને
કેન્દ્ર અને રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઈઓનો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે. આવી લોકશાહી વિરોધી કાનૂની જોગવાઈનો દુરુપયોગ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજ્યની યાદ તાજી કરી છે. મોંઘવારી વિરોધ હલ્લા બોલ કાર્યક્રમમા”લોકશાહી બચવો ની માંગ સાથે મૌન ધરણા- વિરોધ પ્રદશન કાર્યક્રમ યોજાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: