ઝાયડસ મેડિકલ કૉલેજ ના તમામડૉ IMA, અને જીલ્લા આરોગ્ય ટીમ ના અધ્યક્ષસ્થાને કોવિડ અને સીઝનલ ફ્લુ વિષયે મીટીંગ યોજવામાં આવી.

નીલ ડોડીયાર

આજરોજ તા.૨4/૦૩/૨૦૨૩ શુક્રવાર ના રોજ ઝાયડસ મેડિકલ કૉલેજ ના તમામડૉ IMA, અને જીલ્લા આરોગ્ય ટીમ ના અધ્યક્ષસ્થાને કોવિડ અને સીઝનલ ફ્લુ વિષયે મીટીંગ યોજવામાં આવેલ હતી. મીટીંગમાં કોવિડ, સીઝનલ ફ્લુ જેવી બિમારીઓ સામે જિલ્લા તંત્ર ની સજ્જતા અંગે ચર્ચા કરવામાં આવી. મીટીંગમાં દેશ અને રાજ્યમાં કોવિડ અને સીઝનલ ફ્લુ ની પરિસ્થિતિ ધ્યાને લઈ આગામી સમય દરમ્યાન જિલ્લાની પૂર્વતૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી. કોવિડ માટે ની નિયત કરેલ બેઝ હોસ્પિટલ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ઉપલબ્ધ બેડ, આઈ.સી.યુ. તેમજ ઓક્સિજન બેડ પુરતી માત્રામાં છે.ઓક્સિજન ઉપલબ્ધતા, જરૂરી દવાઓ અને લોજીસ્ટીક, માનવબળ, જે તે સંસ્થાઓ ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ વિગેરે અંગે ચર્ચા કરવામાં આવી. તમામ હોસ્પિટલો ખાતે ફાયર સેફ્ટી ઓડિટ અને કોવિડ માટે મોકડ્રીલ યોજવા સુચન કરવામાં આવ્યુ. કોવિડ નિદાન માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ પર ભાર મુકવા જણાવાયુ અને વધુમાં વધુ ટેસ્ટીંગ હાથ ધરવા જણાવાયુ. કોમોર્બીડીટી ધરાવતા નાગરિકો, ૬૦ વર્ષ થી વધુ વયના વૃધ્ધો, ૫ વર્ષથી નાના બાળકો અને સગર્ભા માતાઓ વિગેરેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે અને સંપુર્ણ રસીકરણ થાય તેમ જણાવ્યુ. ઝાયડસ હોસ્પિટલ દાહોદ ઉપરાંત જરૂર જણાયે ખાનગી હોસ્પિટલો દ્રારા કોવિડ સામે લડવા સાથ સહકાર મળે તે માટે તૈયારી રાખવા સુચન કરવામાં આવ્યુ. સરકારશ્રી દ્રારા કોવિડ અંતર્ગત જારી કરવામાં આવેલ નવીન ગાઈડલાઈન અંગેની ચર્ચા કરવામાં આવી અને તે મુજબ આઈ.ઈ.સી. અને કોવિડ મેનેજમેન્ટ અંગેની કામગીરી થાય તે માટે ઉપસ્થિત તમામને તાકીદ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: