આંબા ગામે જરૂરિયાતમંદ પરિવારો માટે નવીન મકાન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.
રિપોટર – રમેશ પટેલ – લીમખેડા
આંબા ગામે જરૂરિયાતમંદ પરિવારો માટે નવીન મકાન માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો.
સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર દ્વારા લીમખેડા તાલુકામાં આવેલા આંબા ગામે રહેતા ગં.સ્વ.અમીબેન હરસિંગભાઈ તડવી તથા ગં.સ્વ.રમીલાબેન રાજુભાઈ મિનામાં કે જેઓની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનીય હોવાના કારણે બંને પરિવાર બિલકુલ ખરાબ પરિસ્થિતિમાં પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.આવી વાત સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બારનાં સભ્યોને ધ્યાનમાં આવતાં તેમણે આ બંને પરિવારોના ઘરોની રૂબરૂ મુલાકાત કરી અને ખરેખર મકાનની જરૂરિયાત જણાતા બંને ગં.સ્વ.બહેનો માટે નવીન મકાનનાં બાંધકામની સંપૂર્ણ જવાબદારી સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બારે ઉપાડી લીધી.અને આજરોજ ગામના જ મહારાજ દ્વારા ડૉ.ધર્મિષ્ઠાબેન સથવારા તથા શ્રી બળવંતસિંહ રાવતનાં હસ્તે ખાતમુહૂર્ત કરીને નિરાધાર પરિવારનો આધાર સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર બન્યો હતો.


