ઝાલોદ નગરમાં રામજન્મોત્સવને લઈ નગરજનોમાં અનેરો ઉત્સાહ : આખું નગર ભગવા ઝંડા થી લહેરાયું

રિપોટર – પંકજ પંડિત – ઝાલોદ

ઝાલોદ નગરમાં રામજન્મોત્સવને લઈ નગરજનોમાં અનેરો ઉત્સાહ : આખું નગર ભગવા ઝંડા થી લહેરાયું

રામ સેવા સમિતિના નેજા હેઠળ ઉજવાતા ઉત્સવમાં યુવા વર્ગમાં જોવાતો જોશ રામ સેવા સમિતિ દ્વારા રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રામાં જોડાવા માટે સવારે 12 વાગ્યા પછી નગર બંધ રાખવા આહવાન કરાયું છે

ઝાલોદ નગરમાં 30-03-2023 નાં ગુરુવારના રોજ રામ જન્મોત્સવને લઈ નગરને રોજ નિત નવા શણગાર કરવામાં આવી રહ્યા છે. બસ સ્ટેશન વિસ્તારથી સ્વર્ણિમ સર્કલ સુધી આખાં રસ્તામાં ડિવાઇડર ઉપર ભગવા રંગની કપડાની ડિઝાઇન સાથે આખો રસ્તો ભગવામય લાગી રહ્યું છે સાથે નગરમાં દરેક વિસ્તારોમાં લાઇટ, ભગવા ધ્વજ તેમજ નગરના પ્રવેશ દ્વારને પણ અનોખું રૂપ આપી સજાવી દેવામાં આવી રહ્યું છે. નગરમાં જોશ સાથે ચાલતી સજાવટ જોઈ નગરજનો પણ ખુશખુશાલ જોવાઈ રહ્યા છે.
નગરમાં રાત્રી દરમ્યાન રોજ લાઇટિંગ થતાં નગર સોળે કળાએ ખીલી ઉઠયું છે. નગરના રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ રાત્રિ દરમ્યાન મીટિંગો કરી હજુ શું વિશેષ કરીએ તેના આયોજનમાં લાગેલા જોવા મળી રહેલ છે. નગરમાં આ વખતે ડીજે સાથે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે વિવિધ ઝાંખીઓ નું પણ આયોજન કરવામાં આવેલ છે. સહુ રામ ભક્તો રામજી ને આવકારવા માટે તન મન ધનથી મદદ કરી રહ્યા છે. તેમજ નગર સજાવવામાં કોઈ કમી ન રહી જાય તેની વિશેષ કાળજી રાખી રહ્યા છે.
પ્રભુ રામના જન્મ ઉત્સવ નિમિત્તે રામ સેવા સમિતિ દ્વારા નગરના સહુ રામ ભક્તોને સવારે 12 વાગ્યા પછી વ્યાપાર રોજગાર બંધ રાખવા આહવાન કરવામાં આવ્યું છે અને ભગવાન રામની ભવ્ય શોભાયાત્રામાં સહુ બાળકો, માતા, બહેનો, વડીલો દરેક લોકો મોટી સંખ્યામાં જોડાઈ મર્યાદા રાખી સામૂહિક હિન્દુ એકતા દર્શાવે તેવું હિન્દુ સેવા સમિતિનો મત છે. રાત્રિના 7 વાગ્યા પછી દાહોદ રોડ પર આવેલ આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: