નડિયાદ પાસે બિલોદરા જિલ્લા જેલમાં શુક્રવાર રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
૨૫/૨
નડિયાદ પાસે બિલોદરા જિલ્લા જેલમાં શુક્રવાર રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું
ગૃહ વિભાગના આદેશ બાદ રાજ્યની તમામ જેલમાં પોલીસે એકીસાથે
સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નડિયાદ પાસે આવેલી જિલ્લા જેલ બિલોદરામાં પણ ગઇ કાલે રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં શંકાસ્પદ બે મોબાઇલ ફોન મળી આવતાં સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ખેડા જિલ્લાની બિલોદરા જેલમાં શુક્રવારે મોડીરાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે ૯ કલાકે નું શરૂ થયેલું સર્ચ ઓપરેશન રાત્રે બે વાગ્યા સુધી ચાલ્યું હતું. નડિયાદ ઇન્ચાર્જ એસપી વી.આર.બાજપાઈની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં ત્રણ પીઆઇ , ત્રણ પીએસઆઇ મળી ૩૪ જેટલા પોલીસ કર્મીઓ સર્ચ ઓપરેશનમાં હતા. આ ઓપરેશનમાં ૧૪ બોર્ડીવોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. જેમાં ચાર લાઈવ બોડીવોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. આ જિલ્લા જેલમાં હાલમાં ૫૫૪ જેટલા કાચા અને પાકા કામના કેદીઓ છે. જે કુલ ૧૮ બેરેકમાં રહે છે તે તમામ બેરેકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી બેરેક નંબર ૨ માંથી બે સ્માર્ટ ફોન સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યાં હતાં પોલીસ દ્વારા નડિયાદ રૂરલ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે હાલ આ પોલીસ ચેકીંગમા મોબાઈલ સિવાય અન્ય કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી.