વસો તાલુકામાં આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ
૨૫/૧
વસો તાલુકામાં આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી
જિલ્લા ક્ષય અધિકારી, નડીયાદ ના માર્ગદર્શન હેઠળ વસો તાલુકાનો તાલુકા કક્ષાનું વિશ્વ ક્ષય દિવસ સંમેલન યોજવામા આવ્યું. વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત “Yes! We can End TB” થીમ ઉપર ૨૪ માર્ચ ૨૦૨૩વસો આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે તાલુકા પંચાયત, વસો ના પ્રમુખ હેમલબેન રાજેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો જેમાં વસો તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ, અરવિંદભાઇ અને તાલુકા ના તમામ સરપંચ તથા તાલુકા પંચયાત તથા ગ્રામ પંચયાત ના સભ્ય હાજર રહેલ. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ઉત્તમ કામગીરી કરનાર આરોગ્યનાં કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. વર્ષ દરમ્યાન ટીબી ના દર્દી ઓને ન્યુટ્રીશીયન કીટ આપનાર દાતાઓનું સમ્માન કરવામાં આવેલ. તાલુકા હેલ્થ ઓફીસર ડો રીતેશબેંકર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મનિષ ક્રિશ્ચિયન દ્વારા કરવામાં આવેલ તથા આભારવિધિ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મેહુલ બૌદ્ધ દ્વારા કરવામાં આવેલ.


