દિવ્યાંગજનો માટે સ્વરોજગારી કીટસ વિતરણ કાર્યક્રમ યોજાયું.
નીલ ડોડીયાર
દિવ્યાંગજનો માટે સ્વરોજગારી કીટસ વિતરણ કાર્યક્રમ અંધજન મંડળ, અમદાવાદ તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ, દાહોદ ના સહિયોગથી દિવ્યાંગજનો માટે સ્વ-રોજગારી કીટસ વિતરણ કાર્યક્રમ દાહોદ સંસ્થાના કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાનમાં ગરબાડા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ,નગર પાલિકા પ્રમુખ શ્રીમતી રિનાબેન પંચાલ, સંસ્થાના પ્રમુખ ડૉ. નગેન્દ્રનાથ નાગર, સંસ્થાના મંત્રી ડૉ. યુસૂફી કાપડીયા તેમજ અંધજન મંડળ, અમદાવાદ થી સભ્યો હાજર રહ્યા. કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના પ્રમુખ દ્વારા આવનાર મહેમનોનું શબ્દો તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યા. સંસ્થાના મંત્રી દ્વારા સંસ્થાકીય માહિતી તેમજ કાર્યક્રમની માહિતી પૂરી પાડી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ બહેનો પોતાના પગ પર ઊભા થઈ શકે અને સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકે અને આજીવિકા મેળવી શકે તે માટે ૭૧ કીટસનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સીવણ મશીન કીટસ, બ્યુટીપાર્લર કીટસ, ટી કીટસ, ડેરી કીટસ, ખેતીવાડીના સાધનોની કીટસ, હાથલારી જેવા સાધનો વિના મૂલ્યે આપવામાં આવ્યા. ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા જણાવ્યું કે, હું હમેશા દિવ્યાંગજનોની સેવા માટે તત્પર રહીશ. અને આ કીટસના ઉપયોગથી દિવ્યાંગ લોકો પોતાના જીવનમાં ઘણો બદલાવ લાવી શકશે. નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે જણાવ્યું કે આ સાધન સહાય થી દિવ્યાંગજનો ને એક નવી ઉર્જા મળશે. અને પોતાના સમાજમાં સ્વમાનભેર પોતાનું જીવન નિર્વાહ કરી શકશે. કાર્યક્રમના અંતે સંસ્થાના વહીવટી અધિકારી અબ્બાસભાઈ ખરોદાવાલાએ આભાર માન્યો.