ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
આર્ટસ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી
સંસદ સભ્ય ની અધ્યક્ષતામાં વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી જિંદગીના દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂર અને મહત્વનું શ્રી જશવંતસિંહ ભાભોર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દાહોદ
ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કોલેજના પટાગણમાં સંસદ અને પૂર્વ કેન્દ્ર મંત્રી જશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતીઆ વાર્ષિક મહોત્સવની ઉજવણી દરમિયાન વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમો તેમજ નેશનલ લેવલે કાર્યક્રમમાં મેળવેલ નંબરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બોલાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આર્ટસ કોલેજમાંથી પાસ થઈને સરકારી તેમજ અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસદ જશવંતસિંહ ભાભોરે વિદ્યાર્થીઓને સંબોધી જણાવ્યું હતું કે જિંદગીના દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું હોવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં દાહોદ સાંસદ શ્રી ને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા લીમખેડા ના ધારાસભ્ય શ્રી ભાભોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંમલીયાર દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વકારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ભાજપના પીઢ કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચ શ્રી ઓ કોલેજના વિદ્યાર્થીઓ આચાર્યો પ્રોફેસરો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.