સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ સાથે ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ
નડિયાદ: રાજસ્થાનના શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે. સેવાલિયા પોલીસના માણસો મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલક ધનરાજ હનુમાનરામ અનોપારામ જાટ રહે,બાડમેર રાજસ્થાન ને વગર લાયસન્સે ભારતીય બનાવટની લોખંડની દેશી પિસ્ટલ કિંમત રૂપિયા ૫ હજાર તથા છ જીવતો કારતુસ કિંમત રૂપિયા ૩ હજાર તથા વાહન મળી કુલ કિંમત રૂપિયા ૨૦ લાખ ૧૩ હજાર ૮૨૯નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરીછે .