નડિયાદના ટ્રાવેલ્સ એજન્ટને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો ભારે પડ્યો

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

This image has an empty alt attribute; its file name is 8-10.jpg

ટ્રાવેલ્સ એજન્સીના માલિકને બે મોબાઇલ ધારકે રૂપિયા ૬૭ હજાર ૬૬૪ ખંખેરી લીધા છે. ગોવાની ટુર પેકેજની વાત કરી બંધ આંગળીયા પેઢી દ્વારા નાણા મોકલાવ્યાનું કહી વધારાના નાણાં મોકલ્યાના નામે ઠગાઈ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઈ 

નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ સામે શ્રીગય સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય જલ્પેશ દિલીપકુમાર ઠક્કર જે વડોદરામાં ટ્રાવેલ એજન્સીનો  છે. ગત ૨૩ માર્ચના રોજ તેમના મોબાઈલ ફોન પર અજાણા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે ગોવાનું પેકેજ કરવાનું છે તેમ કહી કોટેશન મંગાવ્યું હતું. જલ્પેશભાઈએ આ કોટેશન મોકલી આપ્યું હતું. શનિવારના કારણે બેંકમાં ટ્રાન્સફર થઈ શકે તેમ નથી સામેવાળી વ્યક્તિએ આ નાણાં આંગળીયા મારફતે મોકલી આપવાનું કહ્યું હતું. જેથી જલ્પેશભાઈ પોતાનુ નામ અને મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ  બીજા નંબર પરથી જલ્પેશભાઈને ફોન આવ્યો હતો જે વ્યક્તિએ પોતાની ઓળખાણ નડિયાદમા આવેલ અમદાવાદી બજાર માં રિધ્ધિ સિધ્ધિ કોમ્પલેક્ષમા કનુભાઈ કાંતિલાલ પટેલની કંપનીમાથી બોલે છુ.  તમારૂ આગળીયાનુ પાર્સલ આવ્યું છે અને તેમાં કુલ રૂપિયા ૧ લાખ ૯૪ હજાર ૭૭૫ છે. પરંતુ હાલમાં અમારી પાસે રોકડ રૂપિયા હાજર  નથી તમે બપોરના એક વાગ્યા પછી અહીંયા રૂબરૂ આવી મેળવી લેજો તેમ કહ્યું હતું. જોકે આ પછી ઉપરોક્ત નંબરવાળાએ ફરી પાછો ફોન કરી જલ્પેશભાઈને જણાવ્યું કે, મે આંગળીયા પેઢીમાં ભૂલથી વધારે નાણાં મોકલ્યા છે. જેથી બાકીના નાણાં મને ઓનલાઇન ટ્રાન્સફર કરી દો મારા સાળાના એકાઉન્ટ પર જેથી બે વખત અલગ અલગ રીતે જલ્પેશભાઈએ પોતાના એકાઉન્ટમાથી ઉપરોક્ત એકાઉન્ટમા કુલ રૂપિયા ૬૭ હજાર ૬૬૪ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બપોરના દોઢ વાગ્યે આગળિયા પેઢીમાંથી ફોન આવેલો અને નાણાં લેવા માટે બોલાવ્યા ત્યાં પહોંચી જલ્પેશભાઈએ જોયું તો દુકાન હતી પણ દુકાનને તાળા  હતા. આવેલા નંબર પર વાત કરી તો કહ્યું કે હું થોડી વારમાં આવું છું.  લાંબા સમય બાદ પણ ન આવતાં અંતે જલ્પેશભાઈએ તપાસ કરી તો આ નામની દુકાન છેલ્લા દસ વર્ષથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ફરી આવેલા નંબર પર જલ્પેશભાઈએ ફોન કરતાં બંન્ને  નંબર સ્વિચ ઓફ  બોલતાં હતાં. આમ જલ્પેશભાઈને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં સમગ્ર મામલે જે તે સમયે સાયબર હેલ્પ લાઇન નંબર પર અને આજે નડિયાદ ટાઉન પોલીસમાં આ બાબતે બે અજાણ્યા મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: