મહેમદાવાદ વાંઠવાડી બસ સ્ટેન્ડ પાસે મોબાઇલ ચોરને પોલીસે ઝડપી પાડયો
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વાંઠવાડી બસ સ્ટેન્ડ પાસે આવતા બાતમી મળી હતી કે વાંઠવાડી ભાગોળ ખાતે આવતા રોડ ઉપર બાતમી વર્ણન મુજબનો ઇસમ ઉભો હતો જે ઇસમનું નામ ઠામ પુછતા હર્ષદભાઇ ઉર્ફે વિપુલ સાઓ ગોરધનભાઇ મણીભાઇ તળપદા રહે. વાંઠવાડી મહેમદાવાદ પાસે ડાકોર પોલીસ સ્ટેશને ગુનો તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ રજીસ્ટર થયેલ છે. જે મોબાઇલ આરોપીએ કંથરાઇ તા.ઠાસરાથી આશરે સાત-આઠ માસ પહેલા ચોરેલ જે
મુજબના કામે એક ઓપ્પો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૪ હજાર નો જે ચોરાયેલ તે આરોપી પાસેથી કબ્જે કરી ઇસમની અટક કરી આગળની કાર્યવાહી માટે મહેમદાવાદ પોલીસ સ્ટેશને સોંપેલ છે.