આરસી બુક અટવાયેલી છે, કહીને ગઠિયાએ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રૂપિયા ઉપાડી લીધી

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ


નડિયાદ: માતરના સોખડાના યુવાન છેતરાયો છે. ગઠીયાએ આરસી બુકના બહાને રૂપિયા ૭૯ હજાર ઉપરાંતની રકમ પડાવતા ચકચાર ફેલાઇ છે. આરસી બુક
અમદાવાદ અટવાયેલી છે કહી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરી હોવાનું પોલીસ ફરીયાદ નોધાઇ છે. ફરિયાદમાં

માતર તાલુકાના સોખડા ગામે રહેતા ૨૯ વર્ષિય બાલુરામ રામેશ્વરલાલ ખારોલ જે ગત નવરાત્રી દરમિયાન તેઓએ એક એક્ટીવા છોડાવ્યું હતું. જેની આરસી બુક ચારેક માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ આવી નહોતી તેથી બાલુરામ નડિયાદ આરટીઓ કચેરીમાં  તપાસ કરવા ગયા હતા. ત્યારે જણાવ્યું કે તમારી આરસીબુક સ્પીડ પોસ્ટ મારફતે ઘરે આવશે આ બાદ ગત ૨૪ ફેબ્રુઆરી ૨૩ ના રોજ બાલુરામના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો  અને સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે, તમારી એક્ટીવાની આરસીબુક અમદાવાદ અટવાયેલી છે, તમારે મેળવવી હોય તો હું તમને લિંક મોકલુ તેમાં પ્રોસેસ કરી ૬ રૂપિયા ભરી દો તો તમારા ઘરે તમારી આરસીબુક આવી જશે. ત્યરબાદ બાલુરામના મોબાઈલ પર આવેલી લીંક મારફતે તેઓએ તેમાં જણાવ્યા  મુજબની વિગતો ભરી ૬ રૂપિયા ભર્યા. ત્યારબાદ  એપ ડાઉનલોડ કરાવવાનું જણાવતા એપ પણ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ  બીજા દિવસે સિધા તેમના ખાતામાંથી રૂપિયા ૭૮ હજાર ૫૯૯ કપાઈ ગયા હતા. બાલુરામને પોતાની સાથે છે તરપિંડીનો અહેસાસ થતાં આ બાબતે આજે બાલુરામ ખારોલ એ માતર પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: