ફતેપુરા પોલીસ અધિકારી દ્વારા રામ નવમીની તૈયારીઓ કરતા સ્વયંસેવકો સાથે અસભ્ય વર્તન કરવા બદલ આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા પોલીસ અધિકારી દ્વારા રામ નવમીની તૈયારીઓ કરતા સ્વયંસેવકો સાથે અસભ્ય વર્તન કરવા બદલ આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત.

મામલતદારથી લઇ ગૃહ મંત્રી સુધી રજુઆત કરી* પ્રતિનિધિ ફતેપુરા ૨૯હિન્દૂ ધર્મમાં રામ ભગવાનનું અનેરું મહત્વ રહેલું ત્યારે આગામી આવતો રામનવમીના તહેવાર ને લઇ પોલીસ અને હિન્દૂ સંગઠનના લોકોને પોલીસ દ્વારા અભદ્ર વર્તન કર્યું હોવા ના આક્ષેપ સાથે મામલતદારથી લઇ ગૃહ મંત્રી સુધી રજુઆત કરતા સમગ્ર પંથક માં ગમગની ભર્યું વાતાવરણ ઉભું થયું છે.પ્રાપ્ત વિગત મુજબ ફતેપુરા નગરમાં હિન્દૂ સંગઠનો દ્વારા આગામી આવતા હિંદૂઓના પવિત્ર તહેવાર રામનવમી આવી રહ્યો છે ત્યારે નગરમાં રામનવમીની ઉજવણીની ભવ્ય તૈયારી ઓ કરી દેવામાં આવી છે અને સમગ્ર પંથક ભાગવામય બની ચૂક્યું છે અને નગર માં ઠેર ઠેર ભાગવા ધ્વાજ લહેરતા નગરમાં સુંદર ધાર્મિક વાતાવરણ ઉભું થયું ત્યારે હિન્દૂ સંગઠનોમાં રામ નવમી ઉજવણી ને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જેની તૈયારી ઓ પણ આગળથી કરવામાં આવી રહી છે.ફતેપુરા નગર પોલીસ મથક ના જવાબદાર અધિકારી દ્વારા હિન્દૂ સંગઠનોના આગેવાનો તેમજ સ્વયં સેવકોને અભદ્ર વર્તન કરી માં બેન સામાણી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ હિન્દૂ હિન્દૂ સંગઠનો દ્વારા કરવા માં આવી રહ્યો છે જયારે કે નગરમાં રહેતા અન્ય કોમ લોકો સાથે પણ ભાઈચારાથી રહે છે અને જેની નગર માં કોઈ પણ સમસ્યા રહેલી નથી છતાં પણ હિન્દૂ ધર્મ ના તહેવાર ઉશકેરાટ થાય તેવી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ અધિકારી પર લાગવવામાં આવી રહ્યો છે. અને હિન્દૂ ધર્મના પવિત્ર તહેવાર રામનવમીની ઉજવણી કરનાર અને આગેવાની કરનાર લોકો વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવી દેવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેના લઈ નગર માં આ અધિકારી દ્વારા કરવામાં આવતા મનસ્વી વ્યવહાર ના કારણે ગામમાં શાંતિ જોખમાવા ના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમજ રામનવમીના તહેવાર નેટ નિષ્ફળ બનાવવાના પ્રયાશો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો હિન્દૂ સંગઠનો દ્વારા અધિકારી પર લાગવવામાં આવી રહ્યા છે.ત્યારે ફતેપુરા નગરના નગરજનો તેમજ હિન્દૂ સંગઠનો દ્વારા આ બાબતે પોલીસ અધિકારી પર કાયદેસર પગલા લઇ કાર્યવાહી કરવા માટે હિન્દૂ સંગઠનો દ્વારા મામલતદાર થી લઇ ગૃહ વિભાગ ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: