ગરબાડા નગરમાં રામનવમી ના તહેવારને અનુલક્ષીને PSI સહિતની પોલીસ ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા નગરમાં રામનવમી ના તહેવારને અનુલક્ષીને PSI સહિતની પોલીસ ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું.ગરબાડા તાલુકામાં રામનવમીના તહેવારને અનુલક્ષીને ગરબાડા પીએસઆઈ જે.એલ પટેલ સહિતની પોલીસ ટીમ દ્વારા રામ યાત્રાના રુટ ઉપર રુટ ડોમિનેસન એટલે કે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું રામ ભગવાનનો જન્મ દિવસ એટલે રામનવમી ના તહેવારને અનુલક્ષીને ગરબાડા તેમજ ગાંગરડીમાં રામનવમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ગરબાડા અને ગાંગરડીમાં રામ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રામ યાત્રાને લઈને તેની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે રામનવમીના દિવસે ગરબાડા નગરમાં નીકળનારી રામ યાત્રાના ઉપલક્ષમાં ગરબાડા પોલીસની ટીમ દ્વારા રામ યાત્રાના ના રુટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.