ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ.
વનરાજ ભુરીયા ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.ગરબાડા તાલુકાના ઘટક ૧ અને ૨ દ્વારા ગરબાડા તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે જીલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. જેમાં સરકાર દ્વારા તમામ આંગણવાડીમાં પોષણ પખવાડિયા તરીકે ૨૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી ઉજવણી જાહેર કરેલ હોઈ તે અંતર્ગત તારીખ:૨૯/૦૩/૨૦૨૩ ના રોજ ગરબાડા ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામને પરંપરાગત તેમજ વિવિધ અનાજનો (મિલેટસ)નો ખોરાકમાં ઉપયોગ કરીને પોષણસ્તર સુધારવા તેમજ આ વિષે લોકોને અને સમાજને પણ જાગૃત કરવા અનુરોધ કરવામાં આવ્યો. આ સાથે સીડીપીઓ ગરબાડા ૧ અને સીડીપીઓ ૨ દ્વારા કિશોરીઓને પોષણ તેમજ મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. પોષણ પખવાડિયાની ઉજવણીમાં બાળકો દ્વારા બાળ ગીત હરીફાઈ, કિશોરીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા THR ના પેકેટમાંથી તથા મિલેટસમાંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું. તેમજ પ્રથમ,દ્રિતીય અને તૃતીય સ્થાન મેળવનાર કિશોરી તેમજ બાળકોને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી એચ.બી.પટેલ તેમજ ગરબાડા -૧ ના સીડીપીઓ એમ.એમ.મકવાણા તેમજ ગરબાડા ઘટક ૨ ના સીડીપીઓ રીદ્ધીબેન પટેલ તેમજ આઈસીડીએસ ગરબાડાનો તમામ સ્ટાફ તથા ગરબાડાની આંગણવાડી કાર્યકર બહેનો અને કિશોરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.