દાહોદ શહેરમા યશ માર્કેટ ખાતે રહેતા એક ૨૬ વર્ષીય અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર

દાહોદ તા.૨૪
દાહોદ શહેરમાં યસ માર્કેટ ખાતે અબ્બાસ કોમ્પ્લેક્સના પહેલા માળે રહેતા એક મીઠાઈનો વેપાર કરતા પરિવારનો એક ૨૬ વર્ષીય આશાસ્પદ યુવાને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે સવારની છ વાગ્યાની આ ઘટના મોડી રાત્રિના ખબર પડતાં સમગ્ર વિસ્તાર સહિત ચકચાર મચી જવા પામી છે.

મળતી પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેરના યસ માર્કેટ ખાતે અલ અબ્બાસ કોમ્પલેક્ષના પહેલા માળે રહેતા અને જમાતખાના પાસે જમાતખાનામાં મીઠાઈ બનાવવાનો ધંધો કરતા 26 વર્ષીય અને લગ્નતરે કુવારા એવા મોહમ્મદ મીઠાઈવાલા નામક વ્યક્તિ અને તેનો પરિવાર સુખી-સંપન્ન જીવન નિર્વાહ કરી રહ્યા હતા. સુખી-સંપન્ન પરિવારનો આ મોહમ્મદ નામક વ્યક્તિના પિતા તથા સહ પરિવાર કળિયા કોટ દર્શન ખાતે ગયા હતા જેમાં મોહમ્મદભાઈ ઘરે એકલા હતા. આજરોજ સવારના સમયે મોહમ્મદભાઈ ઘરે એકલા હતા તે સમયે મોહમ્મદભાઈ એ પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યા પ્રમાણે મોહમ્મદભાઈ એ સવારના છ વાગ્યાના સમયે ગળેફાંસો ખાધો હતો. ગળીયાકોટ ખાતે ગયેલા પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ તાબડતોડ ઘરે આવવા રવાના થયા હતા. મોડી રાત્રીના 10 વાગ્યાના સમયે પોલીસ સહિત આજુબાજુના વિસ્તારના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારી નજીકના સરકારી દવાખાને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પંથકમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે મોહમ્મદભાઈ એ આત્મહત્યા કેમ કરી તેનું રહસ્ય હજુ પણ અકબંધ રહેવા પામ્યું છે ત્યારે સમગ્ર મામલે પોલીસ ઊંડી તપાસ હાથ ધરે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.
#Dahod #Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!