ખેડા જિલ્લામાં પાલિકાએ વીજ બિલ ભરવામાં બેદરકારી દાખવી છે.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ વિભાગમાં આવતી પાલિકાઓને વોટર વર્કસ અને પાલિકા ભવન તેમજ સ્ટ્રીટ લાઇટ માટે વીજ જોડાણ આપ્યા છે.જિલ્લાની ૧૦ પાલિકાએ વીજ બીલ ભરવામાં બેદરકારી દાખવી છે. જેમાં નડિયાદ, ચકલાસી, મહુધા, ડાકોર, બાલાસિનોર, ઠાસરા મહેમદાવાદ, ખેડા, કપડવંજ અને કઠલાલ પાલિકાના કુલ રૂ.૧૪.૨૮ કરોડના વીજ બિલ બાકી છે. ત્યારે બિલ ન ભરવાને કારણે સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપ્યા હતા. ચકલાસી અને બાલાસિનોર પાલિકા દ્વારા કરેલ વાયદા પ્રમાણે વીજ બીલ ન ભરતા ચકલાસીઅને બાલાસિનોરના સ્ટ્રીટ લાઇટનાકનેક્શન કાપી નાખ્યાં છે. નગર પાલિકાનું કેટલુ વીજ બિલ બાકી – નડિયાદ – રૂ.1.03 કરોડ – ચકલાસી – રૂ.1.69 કરોડ મહુધા – રૂ.56.50 લાખ – ડાકોર -રૂ.65.76 લાખ – બાલાસિનોર – રૂ.2.93 કરોડ – ઠાસરા – રૂ.73.96 લાખ મહેમદાવાદ – રૂ. 3.81 કરોડ – ખેડા – રૂ. 1.81 કરોડ – કપડવંજ – રૂ. 19.15 લાખ – કઠલાલ – રૂ. 23.15 લાખએમજીવીસીએલ. અધિકારી વીજ બિલ બાકી હોય તેવી નગર પાલિકાઓ દ્વારા બિલ ભરવાની તારીખોનું કમીટમેન્ટ આપે છે. જો પાલિકા વાયદા મુજબ વીજ બીલભરવાનું ચૂકે તો વીજ કંપની દ્વારાનોટિસ આપીને જીવન જરૂરિયાતમાં આવતી વોટર વર્કસ વિભાગનું કનેક્શન ન કાપતા પાલિકાની જોડાયેલ સ્ટ્રીટલાઇટના કનેક્શન કાપવામાં આવે છે.