બિલવાણી પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ની ઉજવણી કરવામાં આવી.
ગગન સોની લીમડી
બિલવાણી પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ની ઉજવણી કરવામાં આવી
બિલવાણી પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓના વિદાય સમારંભની ઉજવણી કરવામાં આવી. ઝાલોદ તાલુકાની બિલવાણી પ્રાથમિક શાળામાં તારીખ 29 -3 -2023બુધવારના રોજ વાર્ષિક મહોત્સવ અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના બાળકોએ હોશ અને ઉમંગભેર વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં બાળકોએ અભ્યાસક્રમ આધારિત વિવિધ નાટકો, કાવ્ય ,ગરબા, લોકગીતો રજૂ કરીને જીવન મૂલ્યોને ઉજાગર કર્યા હતા. આજના સમયમાં ફિલ્મી ગીતો અને ડીજે આધારિત કાર્યક્રમો રજૂ થાય છે.ત્યારે બિલવાણી પ્રાથમિક શાળાએ બાળકોમાં જીવન મૂલ્યોનો વિકાસ થાય તે માટે અભ્યાસક્રમ આધારિત જ વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી રમેશભાઈભુરીયા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દયારામ ભાઈ મકવાણા જીલ્લાશૈક્ષિક મહાસંઘના કોષાધ્યક્ષ દિનેશભાઈ પટેલ લીમડી બીટ કેળવણી નિરીક્ષક દિનેશભાઈ ભુરીયા પેટા શાળાનાં આચાર્ય શ્રીઓ અને ગામના વાલીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા,અને ધોરણ 8 ના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ તબક્કે શાળાના શિક્ષક મિત્રો તરફથી બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યુંહતું. શાળાના આચાર્ય ઝનુભાઈ સંગાડા સ્ટાફ મિત્રો અને એસએમસી કમિટી નાં સહયોગ થી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો.