શ્રીમતિ આર.એમ.દેવડા માધ્યમિક સ્કૂલ લીમડીમાં “હેલારો” (ફનફુડ) નું આયોજન કરવામાં આવ્યું
દાહોદ, તા.ર૪
ધ્રુવ ગોસ્વામી, લીમડી
વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનજ્યોત વિદ્યાલય અને શ્રીમતિ આર.એમ.દેવડા માધ્યમિક સ્કૂલ લીમડી માં તા-૨૦/૦૨/૨૦૨૦ ના રોજ શાળામાં “હેલારો” (ફનફુડ) નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કેજી ના વિદ્યાર્થીઓ,પ્રાથમિક વિભાગ,ઉચ્ચતર પ્રાથમિકવિભાગ અને માધ્યમિક વિભાગ ના વિધાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમના અનુસંધાને અનેક અલગ અલગ ખુબજ સરસ કૃતિઓ રજુ કરવામાં આવી હતી, અને જેમાં શાળા ના ટ્રસ્ટીશ્રી રાજેન્દ્ર કુમાર દેવડા દ્વારા રીબીન કાપી ને કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને જેમાં શાળાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની ખાણી-પીણી ના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ અને તેમના વાલીઓએ ખુબજ આનંદ લીધો હતો તેમાં સમગ્ર મેનેજમેન્ટ અને સ્ટાફએ ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમ ખુબજ સફળ બનાવ્યો હતો.

