ગળતેશ્વરમા સોશિયલ સાઈટ પર લોન લેવા જતા રૂ. ૨.૩૪ લાખની ગઠીયાએ છેતરપિંડી કરી.
નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ
ગળતેશ્વરમા સોશિયલ સાઈટ પર લોન લેવા જતા રૂ. ૨.૩૪ લાખની ગઠીયાએ છેતરપિંડી કરી
નડિયાદ: ગળતેશ્વરના અંબાવ જાબ ફળીયામાં રહેતા સાવન પટેલ ખેતી અને સીએનજી પંપ પર નોકરી કરે છે. તા.૨૩ ડિસેમ્બર ૨૨ ના રોજ સાવનને સોશિયલ સાઈટ પર પ્રધાનમંત્રી મુદ્રા નામનુ પેજ જોવા મળ્યુ હતુ. જેમાં જરૂરીયાતમંદોને લોન આપવાની જાહેરાત હતી એ લિંક ખોલતા તેમાં લોન મેળવવા માટે એપ્લીકેશન ફોર્મ આપ્યુ હતુ. તેથી સાવને તે ફોર્મ ભરી તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને રૂ ૮ લાખની લોનની જરૂરીયાત હોવાની વિગતો ભરી હતી. દરમિયાન તેના બીજા દિવસે સાવના મોબાઇલ પર એક લેટર અંગ્રેજીમાં આવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેડીગ લખ્યુ હતુ અને રૂ ૮ લાખની લોન મંજૂર થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. અને લેટરમાં સૌ પ્રથમ રૂ ૨,૫૫૦ પ્રોસેસીંગ ફી ભરવા જણાવ્યું હતું. વળી મુદ્દા ફાઇનાન્સ આઈ કાર્ડ મોકલ્યુ હતુ જેમાં પંકજસિંહ ભદોરીયા નામ લખ્યુ હતુ. દરમિયાન સાવને સૌ પ્રથમ વિનોદ મોતીરામ નામના અજાણ્યા મોબાઇલ ધારકના આપેલ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ઠગોએ તા ૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ જુદા જુદા બહાના બતાવી સાવન પાસે કુલ નવ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ ૨,૩૪,૩૩૧ કરાવ્યા હતા. આ બાદ સાવન અજાણ્યા મોબાઇલ ધારકોને લોન અંગે પૂછતા કહ્યુ હતુ કે તમારી લોન પ્રોસેસમાં છે જલદીથી તમને મળી જશે તેવો વિશ્વાસ આપતા હતા પરંતુ પૈસા ભર્યા કેટલા મહિના વિતવા થતા લોન મંજૂર ન થતા સાવનને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું એસઆસ થતાં આ સમગ્ર બનાવ અંગે સેવાલિયા પોલીસે બે અજાણ્યા મોબાઇલ ધારકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો આગડની કાર્યવાહી હાથ ધરી છે.


