કપડવંજ પાસે નર્મદા નહેરની મધ્યમાં સગીરાએ છલાંગ લગાવી મોતને વહાલું કર્યું.

નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ

કપડવંજ પાસે નર્મદા નહેરની મધ્યમાં સગીરાએ છલાંગ લગાવી મોતને વહાલું કર્યું

નડિયાદ: કપડવંજ તાલુકામાંથી પસાર થતીનર્મદા  નહેરમાં વધુ એક યુવતી નહેરના પુલપરથી નહેરમાં ભૂસકો મારી મોતને વહાલું કર્યું હોવાની ઘટના બની  છે. આ બનાવ અંગે સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર કઠલાલ તાલુકાના કાણીયેલ તાબાના વડવાડામાં રહેતા પરબતભાઈ ગોરધનભાઈ સોઢા પરમાર જેકન્સ્ટ્રકશન કામ કરી પરિવારનું  ગુજરાન ચલાવે છે. તેના પરિવારમાં પત્ની ૧૭ વર્ષની દીકરી અને ૧૨ વર્ષના દીકરા સાથે રહે છે.પરબતભાઈ દરરોજની જેમ આજે કામ અર્થે ડાકોર પાસે આવેલ રખિયાલ ખાતે કન્સ્ટ્રકશન કામ અર્થે ગયા હતા જ્યારે તેમના પત્ની ખેતરના કામમાં રોકાયેલા હતા. ત્યારે પરબતભાઈ આજે પોતાનું બાઈકલઇ ગયા ન હતા.તે બાઈક દીકરી રીટા ઘરેથી કોઈને કહ્યા વગર લઇ નીકળી ગઈ હતી. નહેર થી બે કિલોમીટરના અંતરે આવેલા દાસલવાડા ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતા રસ્તે જતાં રાહદારીઓ તેણીને ઊભી કરી હતી. પોતાના ઘરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી નર્મદા નહેરની મધ્યમાં બાઇક પાર્ક કરી બુધવારે બપોરના 1વાગ્યાના અરસામાં નહેરમાં છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું. ઘટનાની જાણના થતાં લોકોના ટોળેટોળા અને પરિવારજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ બનાવના પગલે સ્થાનિક તરવૈયા ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ શોધવા કવાયત હાથ ધરી હતી પરંતુ ઢળતી સાંજ સુધી યુવતીનો મૃતદેહ મળી આવ્યો ન હતો. સગીરાએકયા કારણોસર નહેરમાં ઝંપલાવ્યું તે કારણ હજુ પણ અકબંધ છે.સગીરા સીવણનો વ્યવસાય અને ઘરની કરિયાણાની દુકાનનું કામકાજ સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: