નડિયાદમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો.
નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ
નડિયાદમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો, ભવ્ય શોભાયાત્રા નીકળી નડિયાદ રામ નવમી પર્વ પ્રસંગે મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ ધામધૂમ ઉજવાયો હતો. આનિમિતે નગરના સંતરામ મંદિરના પટાંગણ માંથી હિન્દુ ધર્મ સેના દ્વારા ભગવાન શ્રી રામની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ, અખિલભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી, ધારાસભ્ય પંકજ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયબ્રહ્મભટ્ટ, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા.શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી . શોભાયાત્રાનું ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.જય શ્રી રામ નાદ સાથે નીકળેલી શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ વેશભૂષા, હનુમાનજી દાદાની વેશભૂષાએઆકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં ટ્રેક્ટર, કાર, ટેમ્પા સહિત વિશાળ સંખ્યામાં કેસરી ધજાઓ સાથે ભાઇઓઅને બહેનો જોડાયા હતા. નગર રામમય બની ગયું હતું. આ ઉપરાંત વસોમાં રામજી મંદિરમાંથી શોભાયાત્રા નીકળીહતી .વિવિધ માર્ગો ઉપર ફરી હતી . જયારે નડિયાદ શહેરમાં સાંઇબાબાની શોભાયાત્રા નીકળી હતી. જિલ્લાના તમામ મંદિરોમાં ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાનને અન્નકૂટ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રા દરમિયાન કાયદોઅને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.નડિયાદ સહિત જિલ્લામાં ભગવાન શ્રી રામ ની નીકળેલી શોભાયાત્રા શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.






