દાહોદ તાલુકાની સાકરદા પ્રા.શાળાના બાળકોને દાતાશ્રી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું.

પ્રવીણ કલાલ ફતેપુરા

દાહોદ તાલુકાની સાકરદા પ્રા.શાળાના બાળકોને દાતાશ્રી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું.

સાકરદા પ્રા.શાળાના આ. શિક્ષકશ્રી રવિન્દ્રકુમાર જયંતિલાલ પ્રજાપતના પરમ મિત્ર અને ઝાલોદ તાલુકાના રહીશ એવા પરીક્ષિતકુમાર પરેશભાઈ પંચાલ જેમના ઘરે દીકરાનો જન્મ થતા સાકરદા પ્રા.શાળાના બાળકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તિથિ ભોજન તેમના તરફથી આપવામાં આવ્યું હતું.જે અવસરે પગાર કેન્દ્રના આચાર્યશ્રી અપૂર્વભાઈ શ્રીમાળી સાહેબ,સીઆરસી શ્રી સતિષભાઈ પટેલ સાહેબ, ટિંડોરી શાળાના આચાર્યશ્રી ચંદ્રસિંહભાઈ માલીવાડ સાહેબ તેમજ SMC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર તેમજ ઉપસ્થિત સૌએ તેમના અને તેમના પરિવાર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમને શાળા પરિવાર તરફથી ભેટ પણ આપવામાં આવી હતી. વિશેષમાં ધોરણ-1 થી 8 ની પરીક્ષાઓ તારીખ – 3/04/023 ને સોમવારથી ચાલુ થતી હોવાથી શાળાના બાળકોને ધોરણ- 8ના વર્ગ શિક્ષક શ્રીમતી દર્શનાબેન ડામોર તરફથી શૈક્ષણિક કીટ તેમજ વોટર બેગ આપવામાં આવી હતી. આવનાર મહેમાનશ્રીઓ દ્વારા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને સાથે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. આજે શાળાના બાળકોના ચહેરા પર એક અલગજ આનંદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!