દાહોદ જીલ્લા ને અત્યંત આધુનિક સુવિધા ધરાવતી બે (૨) એમ્બ્યુલન્સ કંપની તરફથી ફાળવવામાં આવી.
અજય સાસી દાહોદ
ઇરકોન વડોદરા કીમ એક્સપ્રેસ વે લિમિટેડ કંપનીના સી એસ આર ફંડ માંથી 2022-2023 માં દાહોદ જીલ્લા ને અત્યંત આધુનિક સુવિધા ધરાવતી બે (૨) એમ્બ્યુલન્સ કંપની તરફથી ફાળવવામાં આવી છે જેમાં એક એમ્બ્યુલન્સ એડવાન્સ લાઇફ સેવિંગ એમ્બ્યુલન્સ જે ઓક્સિજન, વેન્ટિલેટર, મલ્ટીપારા મોનીટર, સિરિંઝ ઇન્ફયુઝન પંપ સહિતની સુવિધા સાથે , અને બીજી બેસિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી આ બન્ને એમ્બ્યુલન્સ મળી કુલ કિંમત 50 લાખ જેટલી છે દાહોદ જેવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં કંપની દવારા ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ ખરેખર દેવદૂત સમાન બની રહેશે.એમ્બ્યુલન્સને લીલી ઝંડી દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલકુમારી વાઘેલા તથા અન્ય જીલ્લા પંચાયત સભ્યશ્રી અને ઈરકોન કંપનીનાં ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શાંતા કુમાર દવારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવા માં આવ્યું, આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવ ,આર. સી. એચો શ્રી ડૉ ઉદય ટીલાવત ઈરકોન કંપનીના રમા શંકર, અનિલકુમાર મીના ડેપ્યુટી જનરલ મેનેજર સિવિલ ઈરકોન કંપનીના સ્ટાફ તથા અરુણકુમાર ચૌધરી આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર વર્કસ વેસ્ટર્ન રેલ્વે દાહોદ સહીતના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.