ખાધાખોરાકીનો કેસની મુદત પૂર્ણ કરી પરત ફરતી પત્ની પર પતિએ રોડ પર જ છરી વડે હુમલો કર્યો


નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ

ખાધાખોરાકીનો કેસની મુદત પૂર્ણ કરી પરત ફરતી પત્ની પર પતિએ રોડ પર જ છરી વડે હુમલો કર્યો

વસો-દેવા રોડ પર કોર્ટમાં ખાધાખોરાકીનો કેસની મુદત પૂર્ણ કરી પરત ફરતી પત્ની પર પતિએ રોડ પર જ છરી વડે હુમલો કર્યો  હતો. પત્ની અને કૌટુંબિક ભાઈ ઘાયલ
થયા હતા. આ સમગ્ર મામલે પત્નીએ પોતાના પતિ સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વસો તાલુકાના પેટલી આઝાદ ખડકી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલાના લગ્ન આજથી સાતેક વર્ષ પહેલા ખેડા તાલુકાના ખુમરવાડ ગામે રહેતા યુવક સાથે સમાજના રીતે રિવાજ મુજબ કર્યા હતા. લગભગ છેલ્લા એકાદ વર્ષથી પરિણીતાનેપોતાના પતિ તેમજ સાસરીવાળા
વ્યક્તિઓ પાસે ન ફાવતા તેઓ પોતાના પિયરમાં આવી ગયા હતા અને  પોતાના પતિ સામે વસો કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ મુક્યો હતો.કોર્ટની મુદત પુરી કરી પરત ફરતા
વસો-દેવા રોડ  ગતરોજ આ કેસની મુદત હોય પરિણીતા તેમજ તેમના કૌટુંબીભાઈ બંને જણા મોટરસાયકલ પર  વસો કોર્ટમાં આવ્યા હતા. આ બાદ મુદત પૂરી કરી પરત આ પરિણીતા અને તેમના કૌટુંબિક ભાઈ પેટલી જઈ રહ્યા હતા. ત્યારે પતિ પરિણીતાના મોટરસાયકલને રોક્યું હતુ. આક્રોશમાં આવેલા પતિએ પોતાની પત્નીને વાળ પકડી, ગળુ પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને છરી વડે સીધા તૂટી પડ્યા હતા. પરિણીતાને હાથના ભાગે છરી વાગી ગયી હતી અને વચ્ચે છોડાવવા પડેલા કૌટુંબિક ભાઇને પણ છરી આંગળીના ભાગે વાગી ગઈ
હતી.  આ હુમલામાં મહિલાનો જીવ બચી ગયો છે. પતિએ રસ્તા પર જ બખેડો કરતા પતિએ જાહેરમાં જ પોતાની પત્નીને કહ્યું ‘આજે તો તું બચી ગઈ છું પરંતુ હું ગમે ત્યારે આવીને તને
તથા તારા કુટુંબના માણસોને જાનથી મારી નાખ્યા સિવાય છોડવાનો નથી’ આમ કહી ફરાર થઈ ગયો હતો. આ બનાવ મામલે પરિણીતાએ વસો પોલીસ મથકે હુમલો કરનાર પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: