કઠલાલના યુવકે ક્રેડિટ કાર્ડ મેળવવા ઓનલાઇન એપ્લાઈ કર્યું, ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધી
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
કઠલાલના યુવકે ક્રેડિટ કાર્ડ મેળવવા ઓનલાઇન એપ્લાઈ કર્યું, ગઠિયાએ રૂપિયા ઉપાડી લીધી
કઠલાલના યુવકે અધિકૃત રીતે ક્રેડિટ કાર્ડ મેળવવા ઓનલાઇનએપ્લાઈ કર્યું તો પણ તેની તમામનામ, બેંક સાથેની માહિતી ખુલ્લી પડી ગઈ હતી. અને ગઠીયાએ ફોન કરી બેંકના મેનેજરનુ નામ આગળ ધરી નાણાં પડાવ્યા હોવાની ફરિયાદ કઠલાલ પોલીસમાં નોધાઈ છે. કઠલાલ તાલુકાના ચૌહાણપુરા વિસ્તારમાં રહેતા હિતેશકુમાર રાજેશભાઈ ચૌહાણ જે કઠલાલમાં આવેલ એક કાપડની દુકાનમાં નોકરી કરે છે તેઓનું કઠલાલ એચડીએફસી બેન્કમાં સેવીગ ખાતું છે. આ બેંક ખાતેથી ક્રેડિટ કાર્ડ મેળવવા માટે હિતેશકુમારે અધિકૃત રીતે ઓનલાઇન એપ્લાઈ કર્યું હતું. આ બાદ બીજી જાન્યુઆરીના રોજ હિતેશભાઈ ઉપર અજાણા નંબર પરથી ફોન આવ્યો હતો જે સામેવાળી વ્યક્તિએ હિન્દીમાં જણાવ્યું કે હું એચડીએફસી બેંકમાંથી મેનેજર બોલું છું તમારું ક્રેડિટ કાર્ડનુંકુરિયર આજે આવવાનું હતું પરંતુ તે કુરિયર કેન્સલ થઈ ગયેલ છે જેથી તમારે કુરિયરની ડીલેવરી મેળવવા માટે એક રૂપિયો નાખવો પડશે હું તમને એક મોબાઈલ નંબર આપું છું તે મોબાઈલ રાહુલભાઈનો છે અને તે કહે તેમ કરજો. બાદમાં હિતેશભાઈ આ નંબર સેવ કર્યો હતો. અને ટેક્સ મેસેજ કર્યો હતો જે બાદ ત્રીજા નંબર ઉપરથી
ટેક્સ મેસેજ આવેલો અને કોઈ લીંક મોકલી હતી. જેમાં તેઓએ એટીએમની માંગેલી વિગતો ભરી હતી. અને એટીએમનો પીન નંબર મેળવી રૂપિયા ૪ હજાર ૨૦૦ ઉપાડી દીધા હતા. આ ઘટનાના ગણતરીના કલાકો બાદ હિતેશભાઈને ત્યા એક કુરિયર કંપની વાળા ક્રેડિટ કાર્ડ લઈને આવે છે. જે વ્યક્તિ પાસે પૂછતા રાહુલભાઈ નામનો કોઈ શખ્સ કામ કરતા નથી તેવુ જાણવા મળ્યું હતું. અને વધુમાં આ કુરીયર વાળાએ કહ્યું કે, બેંકનો કુરિયર હોય તો અમોને જે તે બેંક જ કુરીયરનો ચાર્જ આપતી હોય છે અમે પાર્ટી પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી.
આથી હિતેશભાઈને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં આ મામલે આજે કઠલાલ પોલીસમાં બે મોબાઇલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.


