સીંગવડ તાલુકાના કેશરપુર ગામે હડફ નદીના કિનારેથી નવજાત મળી આવ્યું

દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના કેશરપુર ગામે આવેલ હડફ નદીના કિનારેથી આજરોજ વહેલી સવારે એક નવજાત શીશુ મળી આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉપÂસ્થ જાગૃત નાગરિકો દ્વારા આ બાબતની જાણ પોલીસને કરાતાં પોલીસ સહિત ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા સ્થળ પર પહોંચી ગઈ હતી અને નવજાત શીશુને લઈ દવાખાને રવાના થયા હતા જ્યા બાળક હાલ સારવાર હેઠળ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
કોઈ અજાણી †ી દ્વારા પોતાનુ પાપ છુપાવવા માટે તાજુ જન્મેલુ નવજાત બાળકને સીંગવડ તાલુકાના કેશરપુર ગામે આવેલ હડફ નદીના કિનારે નિર્જન વિસ્તારમાં છોડી નાસી ગઈ હતી. આ દરમ્યાન આજરોજ ત્યાથી પસાર થતાં નજીકના કેટલાક ગ્રામજનોની નજરે આ બાળક જાવાતા એકક્ષણે સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નવજાત બાળકને જાતા વેંત પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ ક્ષણઘડીમાં સ્થળ પર ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ વાન સાથે સ્થળ પર દોડી આવી હતી. પોલીસે નવજાત બાળકનો કબજા લઈ નજીકના દવાખાને ચેકઅપ સહિત સારવાર અર્થે મોકલી આપ્યું હતુ. આ સંબંધે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાનું જાણવા મળે છે.
# Dahod #Sindhuuday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!