ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદની એન. ડી.દેસાઈ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન યોજાયું.
નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ
ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદની એન. ડી.દેસાઈ કોલેજમાં સીપીઆર ટ્રેનિંગ અભિયાન યોજાયું.
નડિયાદ : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સુચના અનુસાર તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ ૨ એપ્રિલ ૨૩ ના રોજ નડિયાદ એન.ડી.દેસાઈ મેડિકલ કોલેજમાં સીપીઆર (CARDIOPULMONARY RESUSCITATION) ટ્રેનિંગ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
ભાજપના કાર્યકર્તા હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજ વચ્ચે કામ કરવા ટેવાયેલો છે. હાર્ટ એટેક ના કારણે યુવાનોમાં મૃત્યુદર વધ્યો છે ત્યારે તેવા કેસમાં હૃદયની એકાએક બંધ પડી જવાની ઘટનામાં તાત્કાલિક જ હૃદય પુનઃ ધબકતું થાય એવી પ્રાથમિક તાલીમ તબીબોના માર્ગદર્શન હેઠળ મળી જાય.તે ઉદ્દેશ થી આ વું અભિયાન નડિયાદની મેડિકલ કોલેજમાં યોજાયું છે.જેમાં ભાજપના સેવાભાવી સંનિષ્ઠ કાર્યકરો જોડાયા છે.આ કાર્યક્રમ બૂથ અને શક્તિકેન્દ્રો સુંધી લઇ જઈ તેનો વ્યાપ વધારવાનો છે.ખાસ કરીને કોરોના પછી યુવાવર્ગમાં હાર્ટ ને લગતી બીમારીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ ખૂબ જ જરૂરી અને આવકારદાયક છે.એમ આ અભિયાનનાઉદ્ધાટન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું જિલ્લાના તમામ મંડળના ડોક્ટર સેલના ર્ડો.મિત્રોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવશે આ કાર્યક્રમ ગુજરાતની ૩૮ મેડિકલ કોલેજમાં થવાનો છે. આ કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ,ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ ,જિલ્લા સંઘઠનના હોદ્દેદારો કાર્યકરો ,એન ડી દેસાઈ કોલેજ, હોસ્પિટલના હોદ્દેદારો તબીબો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.