G20 ભારત અંતર્ગત પોલીસ દ્વારા  સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ

G20 ભારત અંતર્ગત પોલીસ દ્વારા  સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ શહેરમાં  રવિવારની સવારે ઇપ્કોવાલા હોલ ખાતે સાકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. G20 ભારત અંતર્ગત નડિયાદ શહેરમાં આનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ એસપી વી.આર.બાજપાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ તેમજ નડિયાદ ટાઉન પીઆઇ સહિતના લોકોએ આ સાયકલોથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અને નડિયાદના નિયત કરેલા માર્ગ પર આ સાયકલોથોન ફરી હતી. આ ઇવેન્ટમાં SPC,NCCના બાળકો સહિત નડિયાદના સાઇકલ રાઇડર્સ, પોલીસ અધિકારીઓ સહિત
પોલીસ કર્મચારીઓ સાઈકલોથોનમાં જોડાયા હતા. G20 ૨૦૨૩માં અલગ અલગ ઇવન્ટ્સ થઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં આ સાઇકોલથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે આ સાઇકલોથોન નડિયાદના ઇપકોવાળા હોલથી કોલેજ રોડ, ડીમાર્ટ, એક્સપ્રેસ વે રીંગ રોડ, ચકલાસી ભાગોળ, શીતલ સિનેમાથી મહાગુજરાત સર્કલથી પરત આવી હતી. નડિયાદ શહેરના ૧૦ કિલોમીટર સુધી આ સાઈકલોથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: