ફાગવેલ પાસે જેસીબીએ મોટરસાયકલને ટક્કર મારતા બે યુવાનોના મોત નીપજ્યા

નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ

નડિયાદ: ફાગવેલ પાસે નંબર વગરના જેસીબીએ મોટરસાયકલને ટક્કર મારતા બે યુવાનોના જીવ ગયા છે. કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કઠલાલ પાસે અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પર ગઇકાલે રાત્રે  ફાગવેલ નજીક હાઈસ્કૂલ પાસે  નંબર વગરના જેસીબીએ મોટરસાયકલ ને ટક્કર મારી હતી. જેથી મોટરસાયકલના ચાલક અને પાછળ બેઠેલા વ્યક્તિ બન્ને રોડ પર પટકાયા હતા. શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી  બન્નેના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.‌ પોલીસની તપાસમા આ મરણજનાર મૃતક સંજય સુનિલભાઈ રાઠોડ અને તેના મિત્ર વિપુલ ભવાનભાઈ ચૌહાણ (રહે.મપારીયા) હોવાનુ સામે આવ્યું હતું. આ સમગ્ર બનાવ સંદર્ભે સંજયના કૌટુંબિક સોમાભાઈ ધુળાભાઈ રાઠોડ (રહે.ફાગવેલ)એ કઠલાલ પોલીસમાં ઉપરોક્ત નંબર વગરના જેસીબી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આવા નંબર પ્લેટ વગર દોડતા વાહનો પર અંકુશ ક્યારે આવશે ? આરટીઓ  વિભાગ આ મામલે કાર્યવાહી કરે તેવી માંગ લોકોએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: