આઇ.સી.ડી.એસ. નડીઆદ ઘટક-૧ના આંગણવાડી કેન્દ્રોમાં મિલેટ આધારિત ખાદ્ય જુથોને સ્થાનિક તહેવારો સાથે જોડવાની ઝુંબેશ તેમજ પોષણ પખવાડિયાનો સમાપન સમારોહ યોજાયો

નરેશ ગનવાણી બુરીચીફ નડિયાદ

પ્રધાનમંત્રીના સુપોષિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા તેમજ પોષણ પખવાડીયા-૨૦૨૩ના અમલીકરણ હેતુ તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ઇ.ચા. બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પ્રજ્ઞાબેન મેવાડાના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડીયા ૨૦૨૩ અંતર્ગત નડીઆદ-૦૧ સેજાના આંગણવાડી કેન્દ્રોમાં મિલેટ આધારિત ખાદ્ય જુથોને સ્થાનિક તહેવારો સાથે જોડવાની ઝુંબેશ તથા પોષણ પખવાડિયાનો સમાપન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.  આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસે પ્રધાનમંત્રી દ્વારા સુપોષિત ગુજરાતના નિર્માણ માટે “શ્રી ધાન્ય” ના ઉપયોગ તથા દેશના નાગરીકો “શ્રી ધાન્ય” (મિલેટ) નો રોજીંદા જીવનમાં વધુને વધુ ઉપયોગ કરે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી અને લાભાર્થીઓને ટી.એચ.આર. વિતરણ કરવામાં આવેલ હતું. આ સમાપન સમારોહ કાર્યક્રમમાં નડીઆદ શહેર મહિલા મોરચા પ્રમુખ રાગીણીબેન પરીખ, ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકર, પ્રદેશ મહામંત્રી જ્યોતિબેન રાવ, ઇન્દુલાલ યાજ્ઞીક સ્કુલ શાળા નં.૨૩ ના આચાર્યશ્રી પ્રતાપભાઇ,  આઇ.સે.ડી.એસ. નડીઆદ ૦૧નો પોષણ અભિયાન સ્ટાફ તથા આંગણવાડી કાર્યકરબહેનો, લાભાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: