મહેમદાવાદ પાસે લૂંટની ઘટનામાં પોલીસે બે ઇસમોને ઝડપી પાડયા
નરેશ ગનવાણી બુરીચીફ નડિયાદ
મહેમદાવાદના ખેડા રોડ પર આવેલ રેલવે ઓવરબ્રિજ પાસે બાઈક સવાર ત્રણ લૂંટારૂએ પસાર થતી ટ્રકને છરીની અણીએ ટ્રક ચાલક પાસેથી રોકડા ૧૩ હજાર ૨૦૦ ના મત્તાના મુદ્દામાલની લૂંટ કરી હતી. મહેમદાવાદ પોલીસે આ લૂંટને અંજામ આપનાર ત્રણ પૈકી બે લોકોની ધરપકડ કરી છે. મહેમદાવાદના ખેડા રોડ પરનો બનાવ રાજસ્થાન ઉદયપુરના ગોપાલપુરાના દેવીસિંહ ઓનારસિંહજી સારંગદેવત અને કાકાનો દીકરો રાજેન્દ્ર સિંહ નારાયણસિંહજી સારંગદેવત ટ્રક ડ્રાઇવરની નોકરી કરે છે ટ્રક બંને ભાઈ ગઈકાલે ટ્રકમાં દ્વારકા કુરંગા ખાતેથી સોડા ભરી પ્રિતમપુર મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા રાત્રિના આશરે દોઢેક વાગે ખેડા ચોકડી નજીક હોટલ ઉપર બંને ચાલક ચા પાણી કરી ત્યાંથી મહેમદાવાદ તરફ જવા નીકળ્યા હતા. ખેડા-મહેમદાવાદ રોડ ઉપરના રેલ્વે ઓવરબ્રીજ પસાર કરી ઉતરતા હતા. જ પોલીસે બનાવ સ્થળેથી એક બાઈક પર આવેલ આશરે ૨૨થી ૨૫ વર્ષની ઉંમરની લૂંટારૂ ત્રિપુટીએ ટ્રકને આગડ બાઈક ઉભુ રાખ્યું હતું તે સાથે ત્રણેય લૂંટારૂ હાથમા છરી લઈ બાઈક પરથી ઉતરી ટ્રકની કેબિનમાં ચઢી ગયા હતા. કેબિનમાં બેઠેલ બંને લોકોની સાથે રકજક કરી તમારી પાસે જે કંઈ હોય તે આપી દો નહિતર તમને મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન શરીરે ભુરા કલરની ટી-શર્ટ પહેરેલ લુટારૂ એ ટ્રક ચાલક દેવીસિંહને ડાબા હાથના કાંડા પર છરી મારી લોહી લુહાણ કરી દીધા હતા. સાથે આ ટ્રક ચાલક પાસેથી રોકડા રૂપિયા ૫ હજાર ૨૦૦ તેમજ બે મોબાઈલ સહિત રૂપિયા ૧૩ હજાર ૨૦૦ની લૂંટ ચલાવવી નાસી ગયા હતાં. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બનાવ સ્થળેથી નજીકના અંતરેથી બે લોકોને કોર્ડન કરી પુછપરછ હાથ કરી હતી. આ પકડાયેલા બે આરોપીઓમાં નિકુલ મહેશભાઈ વાસફોડીયા રહે.મહેમદાવાદ અને રાકેશ સરાણીયા રહે.કઠલાલ આ બંન્ને ફરાર આરોપીને ઝડપી પાડવા આવ્યા છે.


