ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપરથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.
વનરાજ ભૂરીયા ગરબાડા
મિનાક્યાર બોર્ડર એ ગુજરાત અને મધ્યપ્રદેશ ને જોડતી મુખ્ય બોર્ડર છે અહીંથી બૂટલેગરો ગુજરાતમાં અવારનવાર દારૂ ઘુસાડતા હોય છે.
ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ તેમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન મિનાંક્યાર બોર્ડર ઉપર ચેકીંગમાં હતા તે દરમિયાન ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશના સેજાવાડા તરફથી ઓટો રિક્ષા નંબર GJ06AV0912 આવતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયર મળી કુલ 190 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 36,964 રૂપિયાના વિદેશી દારૂ ટીન બિયરનો જથ્થો એને રીક્ષા કબજે કરી કુલ રૂપિયા 76964 નાં મુદ્દામાલ સાથે દાહોદના નસીપુરના નિતેશ રાયસીંગ પરમારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.