દાહોદના ચોસાલા ગામે એક વ્યક્તિના મકાનમાં લાગેલ આગની ઘટના ધારાસભ્ય દ્વારા સરકાર તરફથી સહાય પુરી પાડવાની ખાતરી અપાઈ
દાહોદના ચોસાલા ગામે એક વ્યક્તિના મકાનમાં લાગેલ આગની ઘટના ધારાસભ્ય દ્વારા સરકાર તરફથી સહાય પુરી પાડવાની ખાતરી અપાઈ
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બળી ગયેલ મકાનનું જાતે નીરીક્ષણ કરી મકાન માલિકને રોકડ રકમની સહાય પુરી પાડી
દાહોદ તાલુકાના ચોસાલા ગામે એક વ્યક્તિના મકાનમાં આકસ્મિક આગ લાગતાં આગમાં મકાનનો સંપુર્ણ સરસામાન તેમજ બે પશુઓ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ મામલે દાહોદના ધારાસભ્યએ સ્થળનું જાત નીરીક્ષણ કરી ધારાસભ્ય દ્વારા મકાન માલિકને રોકડ રકમ અર્પણ કરી હતી તેમજ સરકાર તરફથી સહાય પુરી પાડવાની ખાતરી પણ આપી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૪મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ચોસાલા ગામે રહેતાં રાહુલભાઈ મુડસિંગભાઈ વોહનીયાના મકાનમાં રાત્રીના સમયે આકસ્મિક આગ ફાટી નીકળી હતી. આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું કે, આગમાં મકાનનો સરસામાન સહિત બે મુંગા પશુઓ બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘટનાને પગલે મકાન માલિક રાહુલભાઈને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ દાહોદના સંવેદનશીલ ગણાતા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીને થતાં તેઓ રાહુલભાઈ તથા તેમના બળી ગયેલા મકાનની મુલાકાતે પહોંચી ગયાં હતાં. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બળી ગયેલ મકાનનું જાત નીરીક્ષણ કર્યું હતું. મકાન માલિકીની વ્યથા જાેઈ કનૈયાલાલ કિશોરીએ રાહુલભાઈના પરિવારને સ્થળ પરજ પોતાની તરફથી રોકડ રકમની સહાય પુરી પાડી હતી અને સરકાર તરફથી જરૂરી સહાય પુરી પાડવામાં આવશે તેવી ખાતરી પણ મકાન માલિકને આપવામાં આવી હતી.