કલેકટરશ્રીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મોમેંટો આપીને શુભેચ્છા પાઠવી
sindhu uday
કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમને ગત રોજ જિલ્લા સેવા સદન ખાતેની મુલાકાતમાં શુભેચ્છા પાઠવીને સ્વાગત કર્યું હતું. આ વેળા કલેક્ટરશ્રીએ ડીડીઓશ્રીને સ્માર્ટ સિટી દાહોદનો મોમેંટો ભેંટ આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગત તા. ૩ એપ્રિલે પદભાર સંભાળી લીધો છે. આ અગાઉ તેઓ ગુજરાત અર્બન મિશન લાઇવલીહૂડ ગાંધીનગર ખાતે મિશન ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા.


