ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ:સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ખેડા જીલ્લા ભાજપ દ્વારા પાર્ટીના સ્થાપના દિનની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે.૪૩ વર્ષ પૂર્વે ૬ એપ્રિલ,૧૯૮૦ના રોજ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો.તેને અનુલક્ષી આજે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ આપ્રસંગે  સામાજિક સમરસતા સપ્તાહ ઉજવાશે.સપ્તાહની ઉજવણીના  પ્રારંભે યોજાયેલા ઉદઘાટન સમારંભમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહનવી બેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ ડો.કે. ડી.જેસ્વાણી,અમુલના ચેરમેન વિપુલભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા .આજે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે. પી. નડ્ડાએ કાર્યકરો ને   વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું હતું.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે..ભરતોય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.જે  રાજકીય કામો ની સાથે  સતત સેવકાર્યો કરતી પ્રથમ  રાજકીય પાર્ટી છે. કેન્દ્રમાં તેનું શાસન છે.વિશ્વમાં માં ભારતી એટલે કે   રાષ્ટ્ર તરીકે ભારતની ગરિમા ઉન્નત બને એ માટે પાર્ટીનો દરેક હોદ્દેદાર, કાર્યકર સમર્પિત ભાવથી કામ કરે છે. સેવા અને સંગઠન એકબીજા સાથે જોડાયેલા છે.એ દિશામ જ  ભાજપનો  દરેક કાર્યકર કામ કરે છે. આગામી કાર્યકમો  નડિયાદ તાલુકો તથા નડિયાદ શેહેર સહિત જિલ્લાભરમાં ઉજવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: