હનુમાન જયંતી નિમિત્તે  મંદિરોમાં અન્નકૂટ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યા.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ખેડા જિલ્લામાં ગુરુવારના રોજ હનુમાનજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ છે. દાદાના દર્શન કરવા હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું વહેલી સવારથી જ ઉમટ્યું છે. જિલ્લાના પ્રાચીન હનુમાનજી મંદિરો કે જ્યાં સ્વયંભૂ દાદા પ્રગટ થયેલા અને આજે પણ તે હાજરાહજૂર રહી ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે તેવા મંદિરમાં ભક્તોએ શ્રધ્ધા સાથે દર્શન કર્યા છે. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં પૂજા, પાઠ, ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું  છે. નડિયાદ સહિત જિલ્લામાં આજે આસ્થા અને શ્રદ્ધા સાથે હનુમાન દાદાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. વહેલી સવારે મંદિરના શિખર પર ધજા આરોહણ સાથે દાદાને શણગાર કરાયો હતો. આ બાદ અન્નકૂટ તેમજ બપોરે મહાઆરતી અને સમગ્ર દિવસ દરમિયાન હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નડિયાદ શહેરમાં આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિર, બાલા હનુમાન મંદિર, કોકરણહનુમાનજી મંદિર, કષ્ટભંજન હનુમાનજી મંદિર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અને સમગ્ર જિલ્લાના હનુમાનજી મંદિરોમાં
મહાપૂજા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમા આવેલ હનુમાનજીના દરેક મંદિર અને દેરી ઉપર મંડપ બાંધીને રોશનીથી શણગારવામા આવ્યા છે. તેમજ દરેક મંદિરે હવન, બટુક ભોજન, સુંદરકાંડ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખેડા, કપડવંજ, ઠાસરા, ગળતેશ્વર, વસો, માતર, કઠલાલ સહિતના વિસ્તારોમાં આ પ્રસંગની ઉજવણી હનુમાન મંદિરોમા કરવામાં આવી રહી છે. આમ સમગ્ર જિલ્લામાં આસ્થા અને શ્રદ્ધાથી હનુમાન દાદાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: