નેશનલ હાઇવે નંબર ૪૮ પર ડભાણ તરફના સર્વિસ રોડ પર ગાડી ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ ડભાણ નેશનલ હાઇવે પર કાર ડીવાઈડર સાથે અથડાતા એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. નડિયાદ તાલુકાના ડભાણ ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર ડભાણ તરફના સર્વિસ રોડ પર એક ગાડી પુરપાટે આવતાં કારના ચાલકે એકાએક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર ડીવાઈડર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એકનું કરૂણ મોત નિપજયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મરણજનાર વ્યક્તિનું નામ મહેશભાઈ લલ્લુભાઈ વાઘેલા ઉ.વ.૫૭, રહે.ગુરૂદ્વારા પાસે, રામતલાવડી, નડિયાદ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઈજા ગ્રસ્ત વ્યક્તિ સરકારી અધિકારીનો ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે.


