ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજવામાં આવી.
સિંધુ ઉદય
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી જેમાં વર્ષ 2020 -22 માં કોરોના કાળ દરમિયાન બ્લડ બેન્ક અવિરત ચાલુ રાખીને દર્દીઓને બ્લડની જરૂરિયાત દાહોદ જિલ્લા શાખા દ્વારા સતત પૂરી પાડવામાં આવી હતી આ માનવતાવાદી કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્ય શાખા એ નોંધ લઇ અને રાજ્ય સ્તરે રેડક્રોસના પ્રમુખ એવા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જીના વરદ હસ્તે શાખાને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી જેમાં વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ અને મંત્રીશ્રી જવાહરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય શાખા ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, મંત્રી શ્રી અજયભાઈ દેસાઈ એ જિલ્લા શાખા ના ચેરમેન ગોપાલભાઈ ધાનાકા ,ટ્રેઝરર શ્રી કમલેશ લીમ્બાચીયા અને કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર ને અભિનંદન પાઠવ્યા હતા