નડિયાદ સેન્ટ મરીસ ચર્ચ ખાતે ઈસ્ટર સન્ડેની ઉજવણી કરાઈ.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
પ્રભુ ઈસુએ ગુડફ્રાઈડેના દિવસે માનવજાતિ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. અને ત્રીજા દિવસે પ્રભુ ઈસુ સજીવન થયા હતા. મૃત્યુ પર વિજય મેળવી પ્રભુ ઈસુ આ દિવસ સજીવન થયા હતા.જેને ઈસ્ટર પર્વ તરીકે મનાવવામા આવી રહ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ખ્રિસ્તી બંધુઓએ આજે આ પર્વની ઉજવણી કરી છે. પ્રાર્થના અને ખ્રિસ યજ્ઞ કરવામાં આવ્યો છે. સાથે સાથે શનીવારની રાત્રે જાગરણ પણ કરવામાં આવ્યું હતું. ખ્રિસ્તી બંધુઓ એકમેકને હેપ્પી ઈસ્ટર કહી શુભેચ્છા પાઠવી છે. અને આ નિમિત્તે દેવળોમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભજનોની રમઝટ પણ બોલાવામા આવી છે. દેવળોમાં એકઠા થઇ ખ્રિસ્તી બંધુઓએ આ દિવસની ઉજવણી કરશે. નડિયાદ સેન્ટ મેરીસ ચર્ચમાં બિસપ રત્નસ્વામી દ્વારા ખ્રિસ યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાધર રમેશ, ફાધર ફ્રાન્સિસ , ફાધર વિલ્સેન્ટ, ફાધર સિજોન હાજર રહ્યા હતા.


