ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ દ્વારા ચાર મહીલા પાસેથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી
રિપોર્ટર – પંકજ પંડિત – ઝાલોદ
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ દ્વારા ચાર મહીલા પાસેથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી
પોલિસ દ્વારા આસરે 39000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ગાંધીના ગુજરાતમાં મહિલાઓ રોજગારીના અભાવે અવનવા તરકીબો અપનાવી દારુ વેચી રહી છે
આજ રોજ તારીખ 09-04-2023 શનિવારના રોજ ગુજરાત સરકાર દ્વારા લેવાનાર જુ.ક્લાર્કની પરીક્ષા સંદર્ભે લીમડી બસ સ્ટેશન વિસ્તારમાં પોલિસ દ્વારા બંદોબસ્ત મુકવામાં આવેલ હતું. ત્યારે લીમડી બસ સ્ટેશન વિસ્તાર માંથી ચાર મહિલાઓને શકમંદ હાલતમાં પસાર થતા ત્યાં ફરજ બજાવનાર મહિલા પોલિસ દ્વારા તેમને રોકી તેમની તપાસ કરતા તેમના કમરના ભાગે વિદેશી દારૂનો જથ્થો સેલો ટેપથી ચોંટાડી સંતાડેલ જોવા મળ્યું હતું. મહિલા પોલીસ દ્વારા ચારે શકમંદ મહિલાઓને પોલિસ સ્ટેશનમાં લઈ જતા ચારે મહિલાઓ પાસેથી કમરના ભાગે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો આસરે ૩૬૬ નંગ જેની કિંમત આશરે 39000 રૂપિયા જેટલી થાય છે. પોલિસ દ્વારા મહિલાઓ પાસે તપાસ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશ થી લાવેલ હતી અને અમદાવાદ લઈ જતી હતી તેમ ચારે બુટલેગર મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લીમડી પોલિસ દ્વારા ચારે મહિલાઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.