મહુધાના ચુણેલમા ભત્રીજાની હત્યા કરનાર કાકાને પોલીસે ઝડપી પાડયો.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે ગતરોજ ખેતરની વાડ કાપવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે ધારિયાવાળી થતા કાકાએ ભત્રીજાને ધારિયાના બે ઝટકા મારી સ્થળ પર જ કાસળ કાઢી નાખ્યું અને ભત્રીજા વહુને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં નડિયાદ ટાઉન પોલીસે શહેરના સંતરામ મંદિરના પાર્કિંગમાંથી આરોપીને પકડી લીધો છે. ચુણેલ બલાઢી રોડ પર હિંમતસિંહ પરમાર તેમજ નરેન્દ્રસિંહ પરમાર ભયો ભાગની જમીન ધરાવે છે. વાખેતરની વાડ કાપવા બાબતે ગતરોજ શનિવારે કાકા અને ભત્રીજાને અંદરો અંદર માથાકૂટ થઇ હતી. હિમ્મતસિંહે તેઓના સગા ભત્રીજા નરેન્દ્રસિંહ પર ધારિયાથી હુમલો કરી દીધો હતો. નરેન્દ્રસિંહને ગળાના પાછળના ભાગે અને માથા પર ધારિયું મારી સ્થળ પર જ કાસળ કાઢી નાખ્યું હતું.અને તેમને બચાવવાં પડેલ પત્નિ સરોજબેનને પણ વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોચાડી હતી રડા રોડનો અવાજ આવતા નજીકથી લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.અને ૧૦૮ દ્વારા સરોજબેનને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અને પોતાના સગા ભત્રીજા અને ભત્રીજા વહુ પર હુમલો કરનાર કાકા હિમ્મતસિંહ અમરસિંહ પરમાર ભાગી ગયો હતો. આ બાદ મહુધા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન નડિયાદ ટાઉન પોલીસે બાતમીના આધારે આરોપીને શહેરના સંતરામ મંદિરના પાર્કિંગમાંથી ઝડપીને મહુધા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.


