.અમદાવાદ થી દંપતિ મહુધા ઘર સાફ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન અકસ્માત સર્જાયો.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: મહેમદાવાદના સણાલી પાટીયા રોડ પર બાઇક ચાલકે મોપેડને અડફેટ મારત અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાનુ વધુ સારવાર માટે લઇ જતા રસ્તામાં મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધાયો છે. અમદાવાદના વટવામાં રહેતા શરીફમીયા મલેક પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે. શરીફમીયાની માતાની પુણ્યતિથિ હોવાથી મહુધામાં આવેલ ઘર સાફ કરવાનુ હતુ. તેમાટે રવિવાર સવારે શરીફમીયા અને તેના પત્ની સરતાજબાનુ મોપેડ પર મહુધાના ભુમસ આવવા નીકળ્યા હતા. તે વખતે મહેમદાવાદ તાલુકાના સણસોલી પાટીયા પાસે સણસોલી ગામ તરફથી આવતા એક બાઇક ચાલકે મોપેડને અડફેટે મારતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં શરીફમીયાને શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સરતાજબાનુને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે મહેમદાવાદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા રસ્તામાં મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.