આઇપીએલ ટી.૨૦ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા સટોરીયાન પોલીસે ઝડપી પાડયો.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો ગત તા. ૯ એપ્રિલ ૨૦૨૩ ના રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ દરમ્યાન હેઙકો. મહાવિરસિંહ ને મળેલ બાતમીના આધારે નડિયાદ મીલ રોડ, જીમખાના બહાર ક્રિષ્ના હોટેલ પાસેથી રાજુભાઇ કાન્તીભાઇ તળપદા રહે.સંતઅન્ના સ્કુલ સામે પહેલું ફળીયું તા.નડિયાદ ને હાલમા ચાલતી ગુજરાત ટાઇટન્સ અને કોલકાત્તા નાઇટ રાઇડર વચ્ચેની ટી-૨૦-૨૦ આઇ.પી.એલ ક્રિકેટ મેચ ઓનલાઇન પોતાના અંગત માટે જાહેરમા ક્રિકેટ સટ્ટો રમી રમાડતા મળી આવતા અંગઝડતીના રોકડા રૂપિયા-૨ હજાર ૪૦૦ તથા સેમસંગનો મોબાઇલ જેની કિ.રૂ.૧૦ હજાર સાથે કુલ- રૂપિયા- ૧૨ હજાર ૪૦૦ના જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી નડિયાદ ટાઉન પો.સ્ટે જુગારધારા મુજબ ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.