.જુસ્સા ગામના સરપંચ અને ગામના સભ્યો દ્વારા ટીબીના દર્દીઓને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.
સિંધુ ઉદય
સંજેલી તાલુકામાં આવેલ જુસ્સા ગામના સરપંચ શ્રી અને ગામના સભ્યો દ્વારા ગામના આવેલ ટીબીઓના દર્દીઓને જરૂરી જીવન જરૂરિયાત અનુસાર કરિયાણું આપવામાં આવ્યું હતું. આજરોજ જુસ્સા ગામના સરપંચશ્રી રાવત માનસિંગભાઈ કાનજીભાઈ, રાવત માવજીભાઈ કાનજીભાઈ તેમજ રાવત પ્રભાતભાઈ તેમજ અન્ય ગામના આગેવાનો દ્વારા જુસ્સા ગામના ટીબીના રોગથી પીડાતા દર્દીઓને નિસ્વાર્થ ભાવે ૨ કિલો ચોખા, લોટ, દાળ, મરચા, મસાલો, હળદર જેવી જીવન જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું આવા સેવાકીય ભાવના ગામ માટે કરી રહેલ છે ત્યારે તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ અને આવું કાર્ય દરેક ગામમાં કરવું જોઈએ એવી અપીલ કરવામાં આવી હતી.