ફતેપુરા માં ભૂગર્ભ ગટર યોજના બની ત્યાર થી ફેલ નવી ખુલ્લી ગટર જવાબદાર અધિકારી દ્વારા બનાવવાની લોક માંગ

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા નગર માં ગંદકીનું સામ્રાજ્ય જ્યાં જુએ ત્યાં કાદવ કિચડ તંત્ર તંત્ર અને નેતાઓનું ભેદી મૌન

જિલ્લા વિકાસ અધિકારી જેટિંગ પંમતો મોકલ્યો પણ ઓપરેટર ક્યાંથી લાવવા વહીવટદાર તેમજ તલાટીના પેટનું પાણી સુધા હાલતું નથી

ફતેપુરા તાલુકામા ભુગર્ભ ગટર થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી આ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ફતેપુરા ની વલય નદી ખાતે ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર કરીને નદીમાં નાખવાનું હતું પરંતુ ત્યાં પ્રેશર પંપ જ બેસાડવામાં આવ્યો ન હતો ફતેપુરા નગરની ભુગર્ભ ગટર યોજના ફેલ જતા ચેમ્બરનુ ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળતાં જ્યાં જુએ ત્યાં પુરા ફતેપુરા નગરમાં કાદવ કિચડની ભરમાર જોવા મળી રહી છે આ કાદવ કિચડ ને દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ એટલે કે ફતેપુરા ગ્રામ પંચાયતના તલાટી વહિવટદાર તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી સુધા હાલતું નથી જેના કારણે ફતેપુરા ના નગર વાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ફતેપુરા નગરમાં સરકારની ભૂગર્ભ ગટર યોજના દ્વારા ફતેપુરા નગરમાં ગટર બનાવવામાં આવી હતી પરંતુ ભૂગર્ભ ગટર યોજના ફેલ જતા યોજના પર પાણી ફરી વળ્યું હતું જૂની ગટર યોજના તોડીને નવી યોજનામાં ગંદા પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ ગંદા પાણી માટેના નિકાલ માટે બનાવવામાં આવેલા ચેમ્બરો કાદવ કિચડથી ભરાઈ જતા ગંદુ પાણી રસ્તા પર ફરી જાય છે ગંદુ પાણી રસ્તા પર ફરી વળવાથી ગંદા પાણીની વાસ પણ આવે છે તદ ઉપરાંત પાણી રસ્તા પર ફરી વળવાના કારણે લોકોને પડી જવાનો તેમજ ખરાબ થવાનો ભય પણ સતાવી રહ્યો છે ફતેપુરા ગ્રામ પંચાયતની વારંવાર રજૂઆત ને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ જેટિંગ પંપ તો મોકલી આપ્યો પરંતુ ઓપરેટરના અભાવના કારણે આ જેટિંગ પંપ સોભાના ગાંઠિયા સમાન છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલીમ બધ વ્યક્તિઓ દ્વારા ભુગર્ભ ગટર યોજનાના ચેમ્બરો ગંદકીના કારણે ભરાઈ જવા પામ્યા છે તેનો નિકાલ કરવામાં આવે અને ઘન કચરો કાઢીને સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આના કારણે ફતેપુરા નગરમાં ઝીણી મછરી ઊડતી થઈ ગઈ છે અને તે પણ દવા છાંટવી જરૂરી છે
ફતેપુરા ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂરી થતા વહીવટદાર નિવવામાં આવ્યા છે તલાટી તેમજ વહિવટદારને બે થી ત્રણ પંચાયતનો વહીવટ કરવાની જવાબદારી તેમનાં શિરે હોય છે તેથી વહીવટદાર લોકોના કામો ને ધ્યાન માં ન લીધા વગર મનસ્વી વહિવટી કરે છે નગરના લોકોને પડતી મુશ્કેલી ની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય મળે છે ફતેપુરા નગરના મધ્યમાં મંદિર તેમજ મસ્જિદ આવેલી છે મંદિર અને મસ્જિદમાં મોટાભાગના લોકો દર્શન અર્થે ઈબાદત અર્થે જતા હોય છે ત્યારે આવા ગંદા પાણીવાળા પગ તેમજ ગંદકી ભર્યા વાતાવરણમાં મંદિર મસ્જિદ જવું પણ મુશ્કેલી બન્યું છે તો નગરના મધ્યમાં કુમાર શાળાના બાળકો પણ આવા કાદવ કિચડ વાળા પગ લઈ શાળામાં અભ્યાસ કરવા જાય છે ત્યારે આવી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા ફતેપુરાના નગરવાસીઓની તકલીફ ક્યારે અને કોણ દુર કરશે તે જોવાનું રહ્યું ફતેપુરા નગરમાં નવીન ગટર બનાવવામાં આવે અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો ને તો જ આ સમસ્યા હલ થાય ગંદા પાણીના નિકાલ માટે નગરમાં ખુલી ગટરો બનાવવામાં આવે અને એ પણ કોઈ જવાબદાર અધિકારી દ્વારા કામ કરવામાં આવે તો જ આ સમસ્યાનો નિકાલ આવે તેમ છે વોટબેંકની રાજનીતિના કારણે ગ્રામ પંચાયતના માજી સરપંચ ડેપોટી સરપંચ કે સભ્યો આ કામ કરે તો તેમનો વિરોધ ઊભો થાય તેમ છે જેથી કરીને કોઈ જવાબદાર અધિકારીની નિરીક્ષણ હેઠળ અને જવાબદારી પૂર્વક કામ કરવામાં આવે તો સંપૂર્ણ સમસ્યાનો હલ થશે તેવું ગામલોકોજણાવી રહયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: